પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૫૯
 


[૧]પરિયાં દન સોળ કિલોળમેં [૨]પોખત,
[૩]કાગ–રખી મુખ [૪]ધ્રમ્મ કિયા;

અજમાલ નથુ તણ કુંવર આલણ,
સોય તણી રત સંભરિયા.

[ભાદરવા મહિનામાં કાળા રંગની ઘન ઘટા બની. અંબર (આકાશ) રાતા, નીલ અને શ્વેત રંગો ધારણ કરવા માંડ્યું. ફળફૂલનો અઢળક ફાલ ઊતર્યો. અનેક વેલીઓ શોભવા લાગી. માસના છેલ્લા સોળ દિવસ સુધી પૂર્વજોને શ્રાદ્ધ નાખીને કિલ્લોલ સાથે પોષવામાં આવે છે. કાગ–ઋષિઓ (કાગડા)ને મોંએ અન્ન આપી લોકો ધર્મ કરે છે. એ ઋતુમાં...]

આસો

અન્ન સાત પકાયાય, આસો ય આયાય,
નીર ઠેરાયાય નીતરિયાં,

જળ ઉપર કમ્મળ રૂપ ખીલે જ્યમ,
પાવશ દેહ પણાતરિયાં;

મછ છીપ તણી રત જામત મોતીએ,
ઠીક ઝળુમળ નંગ થિયા;

અજમાલ નથુ તણ કુંવર આલણ,
સોય તણી રત સંભરિયા

. [સાત જાતનાં અન્ન પાક્યાં. આસો માસ આવ્યો. મેનાં પાણી થંભીને નીતરી ગયાં. જળ ઉપર કમળો ખીલ્યાં....આ ઋતુમાં છીપોની અંદર મોતી જામ્યાં. ઝળહળતાં સરસ નંગ (મોતી) પાક્યાં.એ ઋતુમાં......]


  1. ૧ પિતૃઓ.
  2. ૨.પોષે છે.
  3. ૩. કાગડા ઋષિઓના અવતાર મનાતા લાગે છે.
  4. ૪. ધર્મ.