પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુ-ગીતો
૬૫
 



દડ્યા હીમ, નીર જામ્યા, જઠરા પ્રગટી દોઢી,
આયા શિયાળારા દિન નિયાળા અથાટ. ૧૨
ઝાકળાંને [૧]જેરે ચણા તલ કે પાકિયા ઝાઝા,
તૂટ્યાં ઝાડવાળાં પાન દેખતાં તમામ;
વીજાથળે ભદ્ર જાતી ઓથલી ડુંગરાવાળી,
કોપ કાળી ટાઢવાળા ફાટી ગયા કામ. ૧૩

૧૧. અનેક જાતનાં પિરસણાં હરિની મૂર્તિ સન્મુખ થાય છે, મંદિરમાં ભાતભાતની સરસ મીઠાઈઓ બને છે. નાની મોટી મેદિનીઓ આનંદ કરે છે. એ રીતે પ્રભુને અન્નકુટ ધરાય છે. [ કાર્તિક ]

૧૨. ટાઢના ચમકારા હિમાલય તરફથી ચાલ્યા આવે છે. પશુપક્ષી અને માનવીઓ કમ્પી ઊઠે છે. હિમ પડે છે. પાણી જામી જાય છે. જઠરાગ્નિ દોઢગણો દિપ્ત થાય છે. એવા શિયાળાના દિવસ આવ્યા.

૧૩. ઝાકળ ઝરવાથી ચણા ને તલ સારી પેઠે પાક્યા. જોતજોતામાં ઝાડ પરનાં તમામ પાંદડાં તૂટી ગયાં...... અત્યંત અકારી ઠંડી ફાટી નીકળી.

[૨]ગોધમાં પકાવા, ઝાડ નમાવા, ડુંગરા ગાળા
જમાવા પાણિયાં હાલ્યા હીમરા ઝકોળ;
સમાવા ભાદુકા તાપ નમાવા સાગર મોજાં
હેમંત રતરા દાવા લાગિયા હિલોળ, ૧૪


  1. ૧. જેરાં― ટીપાં.
  2. ૨. ઠંડી પડવાથી જ ઘઉં પાકે છે,