પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
ઋતુ-ગીતો
 


[૧]લાજધારી પ્રભુવાળા વીપ્ર જમાડવા લાગા
પમાડવા લાગા સુખ દખણા પ્રમાણ;
તિલ દાન દેવા લાગા પણ માસ આયા ત્રઠે,
ખીસરારે દને મચ્યા ભોજને ખીસાણ. ૧૫

ઝપાટા ઢોલરા બાગા, દિન લગનારા ઝાઝા,
સુખ તે દી રાંક રાજા સરવે સુહાત;
તાજા રતુ ગ્રીષમારા વાગા વાજા તડકાળા
ઉનાળારા દન આગે તાપવાળા આત. ૧૬

૧૪. ઘઉં પકાવવા માટે, ઝાડવાંને નમાવવા માટે અને ડુંગરાની ખીણોમાં પાણીના ઝરાને થિજાવી દેવા માટે ઠંડી પડવા લાગી. ભાદરવાનો તાપ શમાવવા માટે, અને સાગરના મોજાને શાંત પાડવા માટે હેમંત ઋતુનો દાવો હાલવા લાગ્યો.

૧૫. પ્રભુપરાયણ લોકો વિપ્રને જમાડવા લાગ્યા. દક્ષિણા પણ આપવા લાગ્યા. પોષ માસ આવ્યો એટલે ખીસરને દિવસે તલનું દાન પણ દેવા લાગ્યા. ઘીથી લચપચતાં ભોજન મચ્યાં.

૧૬. માહ માસમાં ઢોલ ધડુસ્યા. લગ્નના દિવસો આવ્યા. રંકરાય સર્વેને એ દિવસેમાં સુખ લાગે છે. પછી તો ગ્રીષ્મ ઋતુના તાજા તાપ રૂપી વાજાં વાગી ઊઠ્યાં. જગતને જાણ થઈ કે હવે આગળ તાપના દિવસો આવે છે.

ઉનાળો

ડાળ્યું હિલોળી વનડાંવાળી, વીતોળી વાવલાં દિસે,
ગીતોળી ઉડાડ્યાં પત્તાં આવિયા ગ્રીષમ;


  1. ૧. એ કડીમાં મકર સંક્રાન્તિ પર્વના રીતરિવાજોનું વર્ણન છે.