પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
ઋતુ-ગીતો
 


વનફળાં પકાવા તપાવા પીઠ ભોમ વાળા,
ભાણ તપ્યા, નદી નાળાં તડક્યા ભવન;
અકળાણા જીવ કેતા પશુપંખીવાળા એમાં,
પાણી વિના શેષ તેમાં ભ્રખિયા પવન. ૨૦

તડક્યા ઉનાળાવાળા કોપ કાળ જેમ તપ્યા,
માઠરાને લાગી ઝાળાં, ઉછાળ્યાં મુકામ;
[૧]ભાલાળા ડેડાણવાળા રંગભીના રહે ભૂપ
ધરા માથે બણ્યા સારા એહલેાકી ધામ. ૨૨

ઉનાળારે ટાણે જાણે અંતરે મચાવે એલી,
રંગરેલી સભા બણે ગામરા રસાળ;
જશવાળા શરૂ પંખા મોજરા હિલોળા જાણે,
મદભરી મજા માણે રાજા જેતમાલ. ૨૨

૨૦. વનફળોને પકાવવા અને ભૂમિની પીઠ તપાવવા ભાનુ તપ્યા. નદી-નાળાંની ધરતી તરડાઈ ગઈ. એમાં કેટલાંયે પશુપક્ષી અકળાઈ ગયાં અને સર્પો પાણીને અભાવે પવનનો ભક્ષ કરવા લાગ્યા.

૨૧. ઉનાળાના તડકા કાળા કોપ જેવા તપ્યા. કંજૂસ માણસોને એની એવી ઝાળ લાગી કે મહેમાનોને ટાળવા માટે પોતે મુકામ ઉપાડી અન્યત્ર ચાલ્યા ગયા. પરંતુ એમાં ડેડાણ ગામના શુરવીર કોટીલા રાજા તો રંગભીના-દિલાવર જ રહ્યા. એનાં નામ તે ધરતી પર સારાં જ રહ્યાં


  1. ૧.આ સ્થળે, જેનો યશ ગાવા કવિએ કાવ્ય રચ્યું છે તે દરબારની દિલાવરીની તારીફ કરી છે.