પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુ-ગીતો
૬૯
 

 ૨૨. ઉનાળાને સમયે જાણે અત્તરની એલી મચી હોય એવી રંગરાગભરી સભા ગામમાં આ કોટીલાઓને ઘેર ભરાય છે. પંખાઓ શરૂ રહે છે. મોજમજાહની લહેરે છૂટે છે. એવી મદભર મજા જૈતમાલ કોટિલો માણે છે.

[૧]બણે જોધા [૨]અડાબીડ, [૩]નસીબાળા દોહી બાજુ
હોય કડાજૂડ કાજુ કચેરી હુલાસ;
ચાલે ઝારા જળધારા, જસરા ફુવારા છૂટે;
બે’કે નીર ગુલાબરા ફુલસરા બાશ. ૨૩

કવતારા ગુંથી હારા સારા સારા આવે કવિ,
શુભકારા કોટીલારા પામે તરાં સોય;
નરાં કવેસરાં જાચે એક વાર ચાંપાનંદા,
[૪]હેતવાંરે ઘરે કે દી ઉનાળા ન હોય. ૨૪

૨૩.એ રાજાની બંને બાજુએ ભાગ્યવંત યોદ્ધાઓની ઠઠ્ઠ જામે છે. એવી સુંદર કચેરીમાં હુલાસ મચે છે, જળધારાઓ ઝરે છે. યશના ફુવારા છૂટે છે. ગુલાબજળ મહેંકે છે.

૨૪. સારા સારા કવિઓ એ દરબારની પાસે કવિતારૂપી હાર ગૂંથી લાવે છે. એ લોકોને સુકૃત્યવંત કોટિલા પાસેથી ઘોડાંનાં દાન મળે છે. જે કવિ લોકો આ ચાંપરાજના પુત્રને એક વાર પણ યાચે, તેને ઘેર કદી ઉનાળો (દરિદ્રતા) જ નથી આવતો.


  1. ૧. બને
  2. ૨, ઠઠ્ઠ જમાવીને
  3. ૩. નસીબદાર
  4. ૪ હેતુઓને (મિત્રોને)