પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
ઋતુ-ગીતો
 

 ઊઠી. પૃથ્વી પરથી નદીનાળાંનાં પૂર દરિયા તરફ ચાલ્યાં. જમીનનાં પડને પાણી વતી ખંખાળી નાખ્યાં. દુઃખો અને ખરાબ વાયરા નાબૂદ કર્યા. નવે ખંડમાં નૂર પ્રગટ્યાં.

પીલંબરી લાલકુલી લીલંબરી બણી પ્રથી,
ઘનશ્યામ માથે છૂટી મેઘરી ઘેઘુંબ;
પા’ડ ઘેર્યા રીછાંવાળે, ટૂક સાથે ઝર્યા પાણી,
જમીં બણી ફળફૂલે ઘણું લૂંબઝૂંબ. ૫

રાંકવાળી મટી ખધ્યા, મો’લ ભાળી થિયા રાજી
કેતા માનસ્ત્રોવરારા છલક્યા કિનાર;
તૃણચારા કરેવાને મેખીયુનાં હાલ્યાં ટોળાં
ધરાસરે ચોમાસાની ઘૂમે મહીધાર, ૬

પ્રથી ફળી હેમફૂલે, હીંડળી મોલાત પાકી,
દુઃખ દવા ગિયા, સુખ થિયા દસે દેશ;
નોરતારી રમે મારી ગરબારી મળી નત્યો,
વળી પૂંજા અંબકારી કરવા વશેષ. ૭

૫. પૃથ્વી પીળે, લાલફુલેલ અને લીલે સાળુડે (અંબરે) સજ્જ બની. અને એના માથા પર ઘનશ્યામ મેઘની ગાઢ વૃષ્ટિ છૂટી પડી. રીંછડીઓ(શ્વેત વાદળીઓ)એ પહાડો ઘેરી લીધા. શિખર પરથી પાણી ટપકવા લાગ્યાં. જમીન ફળેફૂલે લૂંબઝૂંબ બની..

૬. રંકજનોની ક્ષુધા ટળી. ધાન્યના છોડ દેખીને રાજી થયા. કેટલાય માનસરોવરના કિનારા છલક્યા. ઘાસના ચારા કરવાને મહિષીઓ