લીલી પીળી મેહૂડા! વાદળી
વારળી કિયો [૧]વણાવ.
ગાજ્જે [૨]ખવજે મેહૂડા ! મેડતે
વસજે બાવાજીરે દેશ.
ભરિયાં નાડા ને મેહૂડા ! નાડકી
ભરિયાં ભીમ તળાવ.
નાંળેરે વધાવો નાડાં નાડકી
મોતીડે વધાવો તળાવ.
બારે બળદે વીરડો હળ ખેડે
ભાભજડી એકલડી ભથવાર.
ભાતે જાતી ભાભજ એમ બોલી
થારી [૩]જામણજાઈને આણાં મેલ્ય !