પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૮૩
 


આજે ધોવાડું ગોરી ! ધોતિયાં,
કાલ જામણજાઈને દેશ.

વીરો આઈયો બાઈને સીમાડવે
દૂધે વૂઠા મેહ.

વીરો આઈયો બાઈની વાગમેં
વાગે કિયા વણાવ.

વીરો આઈયો બાઈને સરવરીએ
લાજ કરે પણિયાર.

તું કેમ કરે બેન લાજડી
વચલી ચૂડલાળી બેન !

વીરડો આયો બાઈને ચોવટે
વખાણ કરે ચારણ ભાટ.

વીરડો આયો બાઈની ખડકીએ
રડકી ભૂરી ઝોટ.

તું કેમ રડકે બેન ઝોટડી !
તું મારા બાવાજીની ઝોટ.

કિયા તે બાંધું બેની ઘોડલાં,
કિયાં મેલું હથિયાર ?

ઘોડાં રે બાંધો વીરા ઘોડહારે
ખૂંટડીએ મેલો રે હથિયાર.