પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
ઋતુગીતો
 

વીરો આયા બેનને આંગણે
કેઈ વેવાણને જુવાર,

વીરો આયો બેનને આંગણે
વડી વેવાણને જુવાર !

મેલો વેવાણ મારી બેનને !
મારે જામણજાઈ એકાએક.

મું શું જાણું રે વેવાઈડા !
જઈ થારા વેવાઈને પૂછ !

મેલો બનેવી મારી બેનને
મારે જામણજાઈ એકાએક

મેલો બનેવી મારી બેનને
પેલી સરામણની ત્રીજ

નહિ મેલું સાળા ! થારી બેનને
મારે બાર હળિચાંની ભથવાર.

બારે બવટાવા માટે બાજરો
તેર બવટાવા જુવાર,

નીલી વઢાવું બેનડી ! બાજરી,
સૂકી વઢાવું જુવાર.