પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૮૫
 

 નીલી તે ભગાવું કાંબડી

મેલાવું પિયરરો હેત!

હે મેહુલા ! તારી લીલી પીળી વાદળીઓની જમાવટ થઈ ગઈ છે.

હે મેહુલા ! તું મેડતા પ્રાંતમાં જઈને ગાજવીજ કરજે. મારા બાપુને દેશ વરસજે.

હે મેહુલા ! તે નાળાં ને નદીઓ ભરી દીધાં. મોટાં તળાવ ભરી દીધાં.

ચાલો આપણે નાળાં–નદીઓને નાળિયેરે વધાવીએ અને તળાવને મોતીડે વધાવીએ. બાર બળદો જોડીને વીરો હળ ખેડે છે અને એ બધાનું ભાથું [ભાત] ભાભીને એકલીને રાંધવું પડે છે.

ભાત જતી ભાભી એમ બોલી કે હે સ્વામી ! તારી માની જણી [બહેન] ને તેડવા મોકલ. (મારાથી એકલાં કામ ઊપડતું નથી)

હે ગોરી! હું આજે મારાં લૂગડાં ધોવરાવી લઈને કાલે બહેનને તેડવા જઈશ.

ભાઈ જ્યાં બહેનના ગામને સીમાડે આવ્યો ત્યાં દૂધના મેહ વરસ્યા.

ભાઈ જ્યાં બહેનની બાગ [વાડી]માં આવ્યો ત્યાં બાગ ખીલી ઊઠ્યો.

ભાઈ જ્યાં બહેનના ગામને સરોવરે આવ્યા ત્યાં પનિહારી સ્ત્રીઓએ ઘૂમટા તાણી લીધા.

હે વચલી પનિહારી! તું શીદને મારી લાજ કાઢે છે? તું તો મારી સૌભાગ્યવતી બહેન છે.