પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
ઋતુગીતો
 

 વીરો બહેનની સાથે સાથે ગામને ચૌટે આવ્યો ત્યાં ચારણભાટ એના રૂપનાં વખાણ કરવા લાગ્યા.

વીરો બહેનની ડેલીએ આવ્યો ત્યાં ભૂરી ભેંસ (અજાણ્યા માનવીને ભાળી) રણકી.

હે બહેન ભેંસ ! તું મને જોઈને કાં રણકી? તું તો મારા બાપુની ભેંસ છે. (બહેનને પહેરામણીમાં આપેલી.)

વીરાએ બહેનને આંગણે આવીને વેવાણને નમસ્કાર કરી કહ્યું કે “હે વેવાણ ! મારી બહેનને પિયર મોકલો. મારે સાત ખોટની એક જ મા–જણી બહેન છે.”

હે વેવાઈ ! હું એમાં ન જાણું. તારા વેવાઈને પૂછ..

×××

હે બનેવી ! મારી બહેનને મોકલો. મારે એક જ બહેન છે.

હે બનેવી ! આ શ્રાવણ મહિનાની ત્રીજે મારી બહેનને મોકલો.

હે સાળા ! તારી બહેનને હું નહિ મોકલું. કેમકે મારે અત્યારે બાર હળ હાંકનારા સાથીઓ માટે રાંધણું કરવાનું હોય છે.

મારે બાર વીઘાનો બાજરો વાવેલ છે, અને તેર વીઘામાં જુવાર વાવી છે.

હે બનેવી ! હું મારે ખર્ચે તારી લીલી બાજરી વઢાવી દઉં, ને તારી સૂકી જુવાર વઢાવી દઉં; પણ તું મારી બહેનને મોકલ.

ક્રૂર બનેવી કહે છે કે હું એક લીલી સોટી વાઢીને તારી બહેનને માર મારીને પિયરનું હેત જ છોડાવી દઈશ !