પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૮૯
 


[૧] ડુંગર વચે રે વીરા વરૂખડી ને
તેનાં [૨]ત્રીખેરાં પાંદ;

એક ચૂંટ્યે રે વીરડા પાંદડું ને
દેજે માતાજીને શોધ !

બીજું ચુંટ્યે રે વીરા પાંદડું ને
દેજે સાથેણ્યોને શોધ !

ત્રીજું ચૂંટ્યે રે વીરડા પાંદડું ને
દેજે ભોજાયાંને શોધ.

ત્યાંથી તે વીરડે ઘોડલાં ખેડિયાં ને
આયા પોતાને દેશ:

ઢાળો ઢાળો રે માતા ઢોલિયા ને
લ્યોને બેનીના શોધ !

એક મત જલમો માતા ! બેનડી ને
બેનડી રૂવે પરદેશ !

સાતે જલમ્યે રે માતા બેટડા ને
બારે બવટાવા ખેડ.

સાતે ભાઈયાંની એક બેનડી ને
બેનડી રૂવે પરદેશ !


  1. ૧. ડુંગર વચ્ચે વૃક્ષ:
  2. ૨. ત્રણ અણીવાળાં