પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુ-ગીતો
૯૧
 



મેં તો લાજે જી મરાં રે મારા સોજતીઆ સરદાર
ભઁવરજી ! લાજે જી મરાં રે.

થેં તો ઘૂંઘટો જી કાઢો રે, મારી સદા સુવાગણ નાર !
ગોરાંદે ! ઘૂંઘટો જી કાઢો રે.

થેં તો ગરમે જી મરાં રે મારા સોજતીઆ સરદાર !
ભઁવરજી ! ગરમે જી મરાં રે.
 
થેં તો ઝીણો ઝોલો ઓઢો રે મારી સદા રે સુવાગણ નાર !
ગોરાંદે મોરી ! ઝીણો ઝોલો ઓઢો રે.

[હે મારા પતિ! આ શ્રાવણ આવ્યો. હે મારી સુહાગણ સ્ત્રી ! તેં શી રીતે જાણ્યું ?

હે મારા પતિ ! આ ઈંદ્ર ગાજે છે તે પરથી જાણ્યું.

હૈ પતિ ! મને પિયર મોક્લો !

હે મારી ગોરી ! હું પણ સાથે આવું.

હે પતિ ! તો તો હું લાજી મરું.

હે ગોરી ! તો તમે ઘુંઘટ કાઢજો !

હે પતિ ! તો મને બફારો થાય.

હે ગોરી ! તો તમે બારીક ઓઢણું એાઢજો ! [ચાહે તેમ થાઓ, પણ હું સાથે તો આવે જ રહીશ ! ]