આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરદેશી પતિને
આ તો કાળૂડી રે કાંઠાળ ઊપડી,
આ તે મોટી રે છાંટારો મે રે સરદારાં !
મે રે ઉમરાવાં !
અંદર ધડૂકે મે આવિયો
વીજળીએ વરસાળો માંડિયો.
આ તો ભરિયાં રે નાડાં નાડકી,
આ તો ભરિયાં રે ભીમ તળાવ સરદારાં !
તળાવ ઉમરાવાં –અંદ૨૦
આ તો રાણી ભટિયાણી કાગળ મોકલે
થે તો ઘરે આવો નણદીના વીર સરદારાં !
વીર ઉમરાવા ! –અંદર૦
થારાં [૧]હાળીયાં માંગે રે [૨]હાળી’પો
થારાં લોક જી માંગે ખેત સરદારાં !
ખેત ઉમરાવા –અંદર૦