પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુ-ગીતો
૯૫
 


માગશરમાં માનવ તણા સહુના એક જ શ્વાસ,
(ઈ) વાતુંનો વિશવાસ, જાણ્યું કરશે જેઠવો !

[માગશર માસમાં તો સહુ માનવીના એકશ્વાસ થઈ જાય છે. (પ્રિયજનો જુદાં રહી શકતાં નથી.) મેં તો માનેલું કે એ વાતનો વિશ્વાસ કરીને મેહ જેઠવો પણ મારી પાસે આવશે. ]

પોષ મહિનાની પ્રીત, જાણ્યું કરશે જેઠવો;
રાણા ! રાખો રીત, બોલ દઈ બરડા–ધણી !

[ મેં તો જાણેલું કે છેવટે પોષ મહિનામાં તો જેઠવા–પુત્ર પ્રીતિ કરશે. હે બરડા ડુંગરના રાજા ! કોલ દીધા પછી હવે તો સજ્જન બનો ]

માહ મહિના માંય ઢોલ ત્રંબાળુ ધ્રૂશકે;
લગન ચોખાં લૈ આવ ! વધાવું વેણુંના ધણી !

[ માહ મહિનામાં વિવાહની ઋતુ હોવાથી ઢોલનગારાં વાગે છે. માટે હે વેણુ ડુંગરના ધણી મેહ ! તું યે જો શુભ તિથિની લગ્ન–કંકોત્રી મોકલ તો હું વધાવી લઉં.]

ફાગણ મહિને ફૂલ, કેશૂડાં કોળ્યાં ઘણાં
(એનાં) મોંઘા કરજે મૂલ, આવીને આભપરા–ધણી !

[ ફાગણ મહિને કેશૂડાં વગેરેનાં ઘણાં ફૂલો ખીલ્યાં છે. પરંતુ હે આભપરાના રાજા ! તમે આવીને એ ફૂલોનાં મૂલ મોંઘા કરો. (અત્યારે તો એ મારે મન નકામાં છે.)