પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૯૭
 


[ અસાડ પણ કોરો જ પૂરો થયો. મે (વરસાદ અથવા મેહ જેઠવો) તો ઠગારો નીવડ્યો. હે જેઠવા ! થોડોક વરસીને પણ મારા દિલને ઠંડક દે, તો જીવ નાભિની અંદર ટકી રહે. ]

શ્રાવણ મહિનો સાબદો જેમ તેમ કાઢ્યો જે,
તમ વણ મરશું મે ! ભેળાં રાખો ભાણના

શ્રાવણ મહિનો પણ વૃષ્ટિ વિના માંડ માંડ કાઢ્યો. હવે તો તમારા વિના અમે મરી જશું. હે ભાણ જેઠવાના પુત્ર ! મને તમારી સાથે રાખો ! ]

હાથી પૂછલ્યો હોય, (એને) કેમ કરી ઉઠાડીએ !
જેઠવા વિચારી જોય ! ભાદરવો જાય ભાણના !

[ આ તો ભાદરવો પણ કોરો જાય છે. હે જેઠવા ! બીજા નાનાં પશુ પૂછલ્યાં (ચેતનહીન) હોય તેને તો હરકોઈ ઉપાયે ઉઠાડીએ,



    *મેહ–ઉજળીની કથામાં પછી તો ઉજળીએ મેહ જેઠવાને મેહ (વરસાદ)નું જ રુ૫ક આપી, મેઘને લાગુ પડનારા અનેક વેધક દોહાઓ સંબોધેલ છે, વર્ષા સૌરાષ્ટ્રવાસીઓને એટલી બધી વહાલી છે કે જેમ વિયોગિની ઉજળી પોતાના પ્રિયતમને મેહ–સ્વરૂપે આલેખે છે, તેમ સ્વ. કલાપીએ પણ પોતાના સુહૃદ–હડાળા દરબાર વાજસૂરવાળાને ઘણાં દિવસની જુદાઈ પછી એ જ પ્રકારના દોહા સંબોધેલ છે :

    મેની જોતાં વાટ ઉનાળો ઊડી ગયો,
    પણ ના લીલી ભાત, દેખું તારી વાજસૂર !
    બીજાને મે આજ, સચરાચર જામી પડ્યો,
    પણ ચાતકની જાત, તરસી મેઘલ વાજસૂર !
    દેખાડીશ દુકાળ, (તો) ઘેંસું પીને જીવશું,
    જપશું તારી માળ, તે આપણે વાજસૂર !

    વગેરે વગેરે