પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઓઢા—હોથલના દોહા


કનડા ડુંગર પર વર્ષાઋતુને આરંભે ઓઢાને પોતાનું વહાલું વતન કચ્છ સાંભર્યું હતું. એ આખી કથા ‘રસધાર’ : ધારા ચોથી’માં આપી છે. તેમાથી અત્રે ફક્ત વર્ષાની અસર પૂરતા દોહા મૂક્યા છે.

ઉત્તર શેડ્યું કઢ્ઢિયું, ડુંગર ડમ્મરિયા,
હૈડો તલફે મચ્છ જીં, (મુજાં) સજણ સંભરિયા.

[ ઉત્તર દિશામાં મેઘે પોતાની કાળી રેખાઓ કાઢી. ડુંગરાની ઉપર (વાદળીઓનો) ડમ્મર જામી પડ્યો. એ નિહાળીને ઓઢાનું હૈયું પાણી બહારના માછલાની માફક તરફડવા લાગ્યું. કેમકે એને પોતાનાં સ્વજનો (વતનનાં મનુષ્યો) સાંભરી આવ્યાં.]

મત લવ્ય, મત લવ્ય મોરલા, લવતો આઘો જા !
એક તો ઓઢો અણોહરો, મથ્થે તોંજી ધા.

[ હોથલ કહે છે : હે મોરલા ! તું લવરી કર મા. તું દૂર જઈને ટહુકા કર. કેમકે એક તો મારો સ્વામી ઓઢો ઉદાસ છે જ, ને તેમાં તારી ધા (વાણી) થકી એ વિશેષ ગમગીન બને છે. કેમકે એને સ્વજનો યાદ આવે છે. ]