પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૧૦૧
 


છીપર ભીંજાણી, છક હુવો; ત્રંબક હુઈ વ્યાં નેણ,
અમસેં ઉત્તમ ગોરિયાં પડી તોજેં ચિત સેણ !

[મેઘ–દર્શને વતન સાંભરવાથી ઓઢો એટલું બધું રડી પડ્યો, કે પોતે જ્યાં બેઠેલો તે શિલા આંસુડે ભીંજાઈ ગઈ. નયનો લાલ ત્રાંબાવરણાં બની ગયાં. ત્યારે હોથલે પૂછ્યું : “હે પ્યારા સ્વજન (સેણ) ! શું તારા અંતરમાં મારા કરતાં કોઈ વધુ ઊંચી ગોરી યાદ આવી છે ?