પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
ઝીણા ઝરમર વરસે મેહ
ગુલાબી નહિં જાવા દઉં ચાકરી રે !
[ રઢિયાળી રાત : ૩]

એવાં કરુણાદ્ર આકંદ હો; અથવા

વા વાયા ને વાદળ ઉમટ્યાં,
મધ દરિયે ડુલેરાં વા’ણ,મોરલી વાગે છે.

છેલ છોગાળો હોય તો મૂલવે,
ડોલરિયો દરિયાપાર, મોરલી વાગે છે.
[ રઢિયાળી રાત : ૨]

એવા 'ડોલરિયા’ સ્વજનની વાટ-પ્રતીક્ષાના સ્વર હો; અથવા

કુંજલડી રે સંદેશ અમારો
જઈ વાલમને કહેજે રે!
[ રઢિયાળી રાત : ૨]

એવાં છૂટાંછવાયાં સંદેશ – ગીતો હો; કે પછી લાંબા ‘મહિના’? હો; તે બધાંનો રસ વિયોગની વેદનામાંથી નીપજે છે. એ જ રીતે ચારણી ‘બારમાસા’ ગીત–છંદો પણ કાં તો ‘કાન–રાધા’ના નામના વિયોગ ગવરાવે છે અથવા તે મુવેલા સ્નેહીના નામ પર મરશિયા ઠલવે છે. એથી યે આગળ ચાલીને સાચા લોકરંગે રંગાયેલા કોઈ આધુનિકોનાં ઋતુગીતો તપાસીશું તો ત્યાં પણ વિયોગ જ ગવાયો જણાશે. જેમકે કવિ ન્હાનાલાલનો