પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૧૦૩
 


[ ચોમાસામાં પાઘડી ચુવે (ટપકે) છે. પાણીની પ્રણાલીઓ ચાલે છે. છતાં હે સ્વામી ! તું ઘેર ન રોકાયો.]

ભોં ભીની, ઘોડા ભલા, ડાબી ઊપડિયા,
(કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાવા ખડિયા.

[એક સખી પૂછે છે : આવી ચોમાસાની ભીની થઈ ગયેલી ભૂમિ છે. આવા સુંદર ઘોડા છે. એના ડાબલા આવી છટાથી ઊપડે છે. આવી ઋતુમાં અસવાર ક્યાં જતો હશે ? બીજી સખી જવાબ આપે છે : “કાં તો પોતાની મૃગનયની પ્રિયતમાનો સમાગમ કરવા અથવા રણક્ષેત્રમાં ખડગ ચલાવવા. ત્રીજે કોઈ સામાન્ય કામે આવી ઋતુમાં બહાર ન નીકળે. ]

આભાં ગડે વીજાં ઝબે, પવન ઉડાડે ખેહ,
જગ બાધું જિવાડવા મેહપત આયો મેહ.

[ આકાશ ગડગડાટ કરે છે. વીજળી ઝબુકે છે. પવન ધૂળ ઉરાડે છે. જગત બધાને જિવાડવા માટે મહીપતિ મેઘ આવ્યો છે. ]

આભાં ગડે વીજાં ઝબે, મોરાં ધરે મલાર,
ધરા–અંબરને ધરપવા, આયો મેહ ઉદાર.

[આકાશ ગાજે છે. વીજળી ઝબુકે છે. મોરલા મલાર રાગ ગાય છે. ધરતી અને આકાશને તૃપ્ત કરવા ઉદાર મેઘ આવ્યો છે.]

નદીઉં નિસાસા મોકલે, નહિ મથાળ મે,
વરસને કાળા મે ! ગીર હાલી ગામાતરે.

[ નદીઓ નિઃશ્વાસ નાખે છે. કેમકે ઉપરવાસના પ્રદેશમાં વરસાદ નથી. સંદેશો કહાવે છે કે હે કાળા મેહ, હવે તો વરસ ! આ