પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
ઋતુગીતો
 


આખી ગીરનાં પશુધારીઓ ઘાસને અભાવે પશુ હાંકીને દેશાવર જવા હાલી નીકળે છે.]

રાત અંધારી મેહ ઝડ, શેરી સાંકડિયાં,
હાથવછૂટી સાયબા ! ખવજો વીજળિયાં.

[રાત્રિ અંધારી છે. મેહની ઝડીઓ વરસે છે. ને આ શેરી સાંકડી છે. અને હે પતિ ! તમારા હાથમાંથી હું છૂટી પડી ગઈ છું, તો મને વીજળીને ઝબકારે ગોતી કાઢજો ! ]

વીજળી ! તું વેરણ થઈ, મેહુલા ! તું ય ન લાજ,
મારો ઠાકર ઘર નહિ, મધરો મધરો ગાજ !

[હે વીજળી ! તું મારી વૈરિણી બની છે. મેહુલા ! તને પણ શરમ નથી. તું આજે ધીરે ધીરે ગાજ. કેમકે મારા પતિ ઘેર નથી. તારી ગર્જના થકી મારી વિપ્રલંભ–વેદના વધે છે.]

સોણો લધો સૂમરા ! સે [૧]ખધેમેં ખાસો,
મીં વઠા મલીરમેં (બેલી!) તડ તડ તમાસો;
જ્યાં ફેર્યાં પાસો (ત) [૨]જુસો જંજીરનમેં.

[ મુમલ નામની એક કચ્છી રબારીની પુત્રીને સિંધના કો’ માલધારી સુમરાની સાથે પ્રીતિ બંધાયેલી હતી. દેશમાં દુષ્કાળ પડવાથી સુમરો ઢોર લઈને માળવા તરફ ઊતરી ગયો હતો. એ વિજોગવેળાની એક રાત્રિએ ઝબકીને મુમલ કહે છે કે “હે સુમરા ! કામળો ઓઢીને હું સૂતી હતી તેમાં મને સુંદર સ્વપ્નું લાધ્યું, કે જાણે મારા મલીર (ઓઢણું)

પર મેહ વરસે છે, ને ભેખડે ભેખડે લીલવરણું સૌંદર્ય છવાઈ ગયું છે,

  1. ૧. કામળામાં.
  2. ૨. શરીર.