પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૧૦૫
 


(એટલે કે જાણે હવે મારો સુમરો ઘેરે આવતો હશે). પણ જ્યાં પાસું ફેરવ્યું, ત્યાં તો (જાગી ગઈ અને) શરીર સંસારની જંજીરોમાં ઝકડાએલું જોયું.

આષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘમઘોર,
તેજી બાંધ્યા તરુવરે, મધુરા બોલે મોર.

મધુરા બોલે મોર તે મીઠા,
ઘણમૂલાં સાજણ સપનામાં દીઠાં.

કે’ [૧]તમાચી સૂમરો, રીસાણી ઢેલ ને મનાવે મોર
આષાઢ વરસે એલીએ ગાજવીજ ઘમઘોર.

[ આષાઢ માસ સતત અણથંભ્યો વરસે છે. ગાજવીજ થાય છે. ઘનઘોર છવાયું છે. મોરલા ધીરા ધીરા બોલે છે. અને એવી રાત્રિએ મેં મહામૂલાં પ્રિયજનને સ્વપ્નમાં દીઠાં. તમાચી સૂમરો નામે કવિ કહે છે કે મોરલો પોતાની રીસાએલી ઢેલને મનાવે છે. આષાઢ વણથંભ્યો વરસે છે. ]

મોર મારે મદઈ થિયો, વહરાં કાઢે વેણ.
જેની ગહકે ગરવો ગાજે, સૂતાં જગાડે સેણ;

સૂતાં જગાડે સેણ તે મોરલો ઊડી ગિયો,
વાલાં સાજણનો સંદેશ અધવચ રિયો;


  1. *તમાચી સૂમરો કોઈ ગોપ-કવિ થઈ ગયો છે. એના આવા છુટા છવાયા પ્રેમવિષયક છકડીઆઓ (છ છ પંક્તિનાં ઊર્મિગીતો) માટી સંખ્યામાં ગવાય છે.