પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૧૧૧
 


ઔણાઁ હૈ તાઁ અજ આ ચીર વાલેઆ,
નહીં ફેર કીં કરેંગા !

મહા સિયાલા કટ્ટેઆ
ઘર જુન્નૂડે ગલ લા,

માઘ લોહડી મેરે ઘર આઈ
મૈં તો બૈઠી ઘડી બન્હાઁ.

ધડી–પુડી બન્હાય કે ચીરે વાલેઆ,
મં તાઁ રહી ઉડીક ઉડીક,

એસ બગાને પુત્ત ને
મૈં નૂઁ બધકે લાઈ લીક.

ફગ્ગન ફગુઆ મૈ ખેલદી
મૈં નૂઁ અતર અબીલ ગુલાલ,

ચેત મરુઆ પૂજદી
પૂજાઁગી રાહ રુબેલ.

માગશરમાં હું મારી ઓઢણી રંગું છું. હે પ્રિય ! મને પોષમાં લઈ જા. આવવું હોય તો તું આજે આવ, નહિ તો પછી આવીને શું કરીશ ?

આ આકરો શિયાળો મેં ગોઠણને ગળા સાથે લગાવીને (ઠંડીને લીધે, ઉભડક પગે, ગોઠણ વચ્ચે માથું રાખીને) વીતાવ્યો છે.

માહ મહિનામાં લોહડી (મકર–સંક્રાંતિ)નો તહેવાર આવ્યો. હું બેઠી બેઠી ધડી–પુડી બનાવું છું.