પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
ઋતુગીતો
 

‘ધડી–પુડી’ બનાવીને હું તો તારી વાટ જોતી થાકી ગઈ. આ પરાયા પુત્રે મને બહુ કલંકિત કરી.

ફાગણમાં અત્તર અને અબીલગુલાલ વડે ફાગ ખેલું છું.

ચૈત્રમાં તારા આગમનને ખાતર હું મરવો પૂજી રહી છું.

હિન્દી બારમાસી

[ રામચંદ્રનાં માતા કૌશલ્યાનું બારે માસનું કલ્પાંત કલ્પાયું છે. ગુજરાતમાં જેમ મારૂ ગીતોની માફક બહેન–ભાઈનાં ઋતુ–વિયોગનાં ગીતો નથી, તેમ આ પ્રકારનાં માતા–પુત્રનાં વિયોગ–ઋતુગીતો પણ નથી. આપણી બારમાસીઓ કેવળ દંપતીને જ ઉદ્દેશીને રચાઈ છે. આ મુરાદાબાદ જિલ્લાનું ગીત શ્રી રામનરેશ ત્રિપાઠીએ સંગ્રહેલું છે.]

ચત અયોધ્યા જનમેં રામ, ચન્દન સે લિપવાયે ધામ,
સોરન કલસ ધરે ભરવાય, ધરે ઘટમંડલ,
પઠાયે અરી બૈરન કૈકેઈ વન બાલક મેરે !

બૈસાખે રુતુ ભીષમ લાજ, પવન ચલત જૈસે બરસત આગ,
જલ બિન તડપત મીન, પિયાસે હોઈહૈ લછમન રામ,
કાઊ બિરિછ તરે, યહી દુખ દીને કૈકેઈ !–પઠાયે૦

જેઠ માસ લૂ લાગત અંગ, રામ લખમણ અરુ સીતા સંગ,
હરિકે ચરન જેસે કમલ સમાન, ન્યો પજરે ધરતી અસમાન–૫૦

અર્થ

ચૈત્રે રામ અયોધ્યામાં જનમ્યા. ચંદનથી ઘર લીંપાવ્યું. સુવર્ણના કળશ ભરાવ્યા. ઘટ–મંડલ રચાવ્યું, અરેરે ! મારી વૈરિણ કૈકેયીએ મારા બાળકોને વનમાં મોકલાવ્યા.