પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુ-ગીતો
૧૧૩
 


વૈશાખે ભીષણ ઋતુ લાગે છે. અગ્નિ વરસતી હોય તેવો પવન ફૂંકે છે. હે કૈકેયી ! તેં શાને માટે આ દુઃખ દીધું ?

જેમાં રામલક્ષ્મણ અને સીતાને લૂ લાગતી હશે. પ્રભુના ચરણો કમલ સમાન છે. અને ધરતી–આભ તો અત્યંત પ્રજ્જ્વલી રહ્યાં છે.

અષાઢ માસ ઘન ગરજે ઘોર, લટક બિહંગન કૂકત મોર,
ઠાઢી કૌશલ્યા અવધપુર ધામ, બન ભીંજૈ મેરે લછમન રામ;
કાઊ બિરિછ તરે, યહી દુખ દીને કૈકેઈ !–પઠાયે૦

સાવનમેં સર સાધે તીર, ભૈંપત ગૂંજત ફિરત ભુજંગ;
ઠાઢી કૌશલ્યા અવધપુર ધામ, બન ભીંજે મેરે લછમન રામ,
ઝીમર ઝર લાગૈ–પઠાયે૦

ભાદોં મેઘા પડે અપાર, ઘર બૈઠો સગરો સંસાર,
બડી બડી બુઁદિયા બરસત નીર, રૈન અઁધ્યારી કૈસે કરેં ગુજરાન !
મોયઁ જનમ જરી કે–પઠાયે૦

કવાર કનાગત લાગય લાગ, દાન કરે સબરી સંસાર,
આજ જો હોતે અયોધ્યામેં લછમનરામ, ન્યોતતી બામ્હનદેતી દાન
થાર ભર મોતી–પઠાર્ય૦

કાતિક માસ યક હોત દિવારી, ઘર દિવલા પજારેં ઘરનારી,
મેરી અયોધ્યા પડી અઁધ્યારી, નરિ કૈકેઈ તને–પઠાયે૦

આષાઢે ઘન ઘોર ગરજે છે. વિહંગો લટકાં કરે છે. મોરલા ટૌકે છે. કૌશલ્યા અવધપુરમાં ઊભી છે, ને મારા રામલક્ષ્મણ વનમાં ભીંજે છે.

શ્રાવણમાં ભમરા ગુંજે છે, ને સર્પો ફરે છે.