પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
ઋતુ-ગીતો
 


ભાદરવામાં અપાર મેઘ પડે છે. સઘળો સંસાર ઘેર બેઠો છે. મોટે છાંટે નીર વરસે છે. અંધારી રાત હું કેવી રીતે ગુજારું ?

આસોમાં શ્રાદ્ધ સરાય છે. [ ઉત્તર હિન્દ તરફ મહિના આપણાં કરતાં એક પખવાડિયું આગળ ચાલે છે.) સર્વ સંસાર દાન કરે છે. જો આજ રામ લક્ષ્મણ આંહી હોત તો બ્રાહ્મણોને નોતરીને હું થાળ ભરીને મોતીનાં દાન દેત.

કાર્તિકમાં દિવાળી આવી. સ્ત્રીઓ ઘરમાં દીવડા પેટાવે છે, પણ મારી અયોધ્યા અંધારી પડી છે.

અગહન કુઁવર કે કરતી સિઁગાર, સિમાતી બસતર સોને કે તાર;
પગ પૈંજન ઔર ખોલો કિવાડ, માથે ચીરા ઝલકતી દાર;
ગલ બૈજન્તી માલા–પઠાયે૦

પૂસ માસમેં પડે તુષાર, બિન ઓઢના મોરે લછમન રામ,
કૈસે કરેં મોં જનમ જરી કે આજ ગુજરાન–પઠાયે૦

માઘ માસ ઇત હોત વસંત, સુત વિદેશ તન તજ ગયે કંત,
બૈઠે ભરતજી ઢોરૈં ચૌંર–પઠાયે૦

આજુ જો હોતે અયોધ્યામેં લછમન રામ,
ગદ્દી સિર મૌર બસંત ધરે જી–પઠાયે૦

ફાગુલ મેં રસ રાઁચત રંગ, બૈઠે ભરતજી ઘૌરેં અબીર;
કિન છિરકુઁ નાય લછમન રામ–પઠાયે૦

માગશીર્ષમાં હું કુંવરને માટે શણગાર કરતી. સોનાતારવાળાં વસ્ત્રો સીવડાવતી. માથા પર ઝલકતી પાઘડી અને ગળામાં માળા પહેરાવતી.