પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુ-ગીતો
૧૧૫
 

પોષે હિમ પડે છે. મારા રામ-લક્ષ્મણ ઓઢણ વિના ધ્રૂજતા હશે, હું કેવી રીતે જન્મ વીતાવું ?

માહમાં વસંત આવે છે. પુત્રો વિદેશ છે ને કંથે દેહ તજ્યો છે. ભરતજી બેઠા બેઠા ( રામની પાદુકાને ) ચમ્મર ઢોળે છે.

ફાગણમાં રંગ રુચે છે. ભરતજી બેઠા બેઠા અબીલ ઘોળે છે, પણ રામ–લક્ષ્મણ રંગ છાંટવા હાજર નથી.


બંગાળી બારમાસી

[ જૂની બંગાળી લોકગીત–કથાઓ (Ballads)માં આવી બારમાસીઓ કથાના એક વિભાગ તરીકે ગુંથાએલી ઠેકાણે ઠેકાણે જડી આવે છે. મોટે ભાગે કથાની નાયિકા કોઈ રાજકચેરીની સન્મુખ કરુણ આપવીતીની કથા કહેતી હોય તે વેળા આ બારમાસીનું ગુંથણ થાય છે. આંહીં પણ સૂર વિજોગના–કરુણતાના જ હોય છે. એમાંથી બંગાળી ઋતુઓના રિવાજો, ઉત્સવો, વિશિષ્ટ લક્ષણો, પંખીઓ ઈત્યાદિની નોંધો જડે છે. નીચેની બારમાસી ‘કમલા’ નામની ગીતકથામાંથી ઉતારી છે. વચ્ચેથી કથાના પ્રસંગો તા કર્યા છે. ( જુઓ ‘મૈમનસિંહ ગીતિકા ’ : પ્રથમ ખંડ : કમલા : પૃષ્ઠ ૧૪૫ : કલકત્તા યુનિવર્સિટી ]

હાસિયા ખેલિયા દેખ પોષ માસ આય,
પોષ માસેર પોષા આન્દિ સંસારે જાનાય;
સકલેર છોટ બોન પોષ માસ હય,
ચોક મેલાઈતે દેખ કત વેલા હય.

[ હસતાં રમતાં પોષ માસ આવ્યો. પોષ માસના ધુમ્મસના