પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
ઋતુ-ગીતો
 


અંધકારે સંસારને જાણ કરી. પોષ એ સર્વ મહિનાની નાની બહેન થાય છે. (એના દિવસો ટૂંકા હોવાથી ). આંખ ખોલીએ ખોલીએ ત્યાં તો જુઓને કેટલી વેળા વીતી જાય છે ! ]

પોષ ગેલ માઘ આઈલ શીતે કાપે બૂક,
દુઃખીર ના પોહાય રાતિ હઈલ બડ દુઃખ;
શીતેર દીઘલ રાતિ પોહાઈતે ના ચાય,
એઈ રૂપે આસ્તે આસ્તે માઘ માસ જાય.

[ પોષ ગયો. માહ આવ્યો. ઠંડીથી છાતી કંપે છે. દુઃખી જનોની રાત ખૂટતી નથી. બહુ દુઃખ થાય છે. ઠંડીની લાંબી રાત પૂરી થવા ચાહતી નથી. એ રૂપે માઘ ધીરે ધીરે જાય છે. ]

આઈલ ફાલ્ગુન માસ વસંત બાહાર,
લતાય પાતાય ફુટે ફુલેર બાહાર.

ધનુ હાને લઈયા મદન પુષ્પેતે લૂકાય,
બેલૂડા યુવતી ઘરે ના દેખે ઉપાય.

ભ્રમરા કોકિલિ–કુંજે ગુંજરિ બેડાય,
સોનાર ખંજન આસિ આંગિન જુડાય.

[ ફાગણ આવ્યો. વસંતની બહાર આવી. લતાઓ ને પાંદડાંઓમાં ફૂલની શોભા ખીલે છે. હાથમાં ધનુષ લઈને મદન પુષ્પોમાં છુપાય છે. બહાવરી યુવતી ઘરમાં કશો ઈલાજ ભાળતી નથી. ભમરાઓ કોકિલ-કુંજોમાં ગુંજતા ભમે છે. સોનેરી રંગનું ખંજન પક્ષી છેક આંગણામાં આવે છે. ]

આઈલ ચૈત્રિરે માસ આકાલ દુર્ગાપૂજા.
નાના વેશ કરે લોક નાના રંગેર સાજા.