પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુ-ગીતો
૧૧૭
 


ઢાક બાજે ઢોલ બાજે પૂજાર આંગિનાય
ઝાક ઝાક શંખ બાજે નટી ગીત ગાય.
પાડા પડસી સવે સાજે નૂતન વસ્ત્ર પડિ
ઘરેર કોનાય લૂકાઈયા આમિ કાંદ્યા મરિ,

[ ચૈત્ર આવ્યો. એ સમયે દુર્ગાની પૂજા થાય છે. સર્વ લોકો જૂજવા રંગના શણગાર સજે છે. પૂજાગૃહના આંગણામાં ઢોલનગારાં વાગે છે. શંખ ફુંકાય છે. નદીઓ ગીત ગાય છે. આડોસીપાડોસી સર્વે નવાં વસ્ત્ર સજે છે, માત્ર હું જ ઘરને ખૂણે છુપાઈને આક્રંદ કરું છું. ]

વૈશાખ માસેતે ગાછે આમેર કડિ
પુષ્પ ફુટે પુષ્પ ડાલે ભ્રમર ગુંજરિ.
ફુલ દોલે પૂજા આદિ કહિતે વિસ્તર
આર વાર પત્ર આસે માયેર ગોચર.

[ વૈશાખે આંબાનાં વૃક્ષોમાં મહોર બેસે છે. પુષ્પો ફુટે છે. ફુલડાળીઓમાં ભમરા ગુંજે છે. ફુલ-દોલના ઉત્સવ થાય છે. મા ઉપર આ વખતે (પિતા તથા ભાઈનો) કાગળ આવે છે. ]

જ્યૈષ્ઠ માસેતે દેખ પાકા ગાછેર ફલ,
રાત્રિ દિવા ના શૂકાય નયનેર જલ.
માયે કરે ષષ્ઠીપૂજા પૂતેરે લાગિયા,
પ્રાનેર ભાઈ વિદેશે મોર દુઃખે કાન્દે હિયા.

[ જેઠ માસે ઝાડે ફળ પાક્યા. પણ રાત દિવસ નયન-જળ સુકાતાં નથી. માતા પુત્રને ખાતર છટ્ઠીની પૂજા કરે છે. મારો પ્રાણપ્રિય ભાઈ પરદેશ છે. તે દુઃખે હૈયું આક્રંદ કરે છે. ]