પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
ઋતુ-ગીતો
 

આષાઢ માસેતે દેખ ભરા નદીર પાની,
મામાર બાડીતે કાંદિ દિવસ રજની.
ડિંગા વાઈયા આસવે ઘરે બાપ આર ભાઈ,
આશાય બાંધિયા બૂક રજની ગુયાઈ.

[ આષાઢે નદીમાં ભરપુર પાણી આવ્યાં. હું મારા મામાને ઘેર. દિનરાત રડું છું. મછવો હાંકીને બાપુ ને ભાઈ ઘેર આવશે, એ આશાએ હૈયું બાંધી રાખીને હું રાત્રિ ગુજારું છું. ]

શ્રાવન માસેતે દેખ ઘન વરિષન,
વિલેર માઝ કોડાકોડિ કરે ગર્જન.
કોડા શિકાર કરતે આઈલો રાજાર કુમાર,
મૈષાલેર વાસે દેખા હઈલ તાહાર.

[ શ્રાવણે મેઘ વરસે છે. સજલ ભૂમિમાં કોડા ને કોડિ પક્ષીઓ ગર્જના કરે છે. રાજાના કુંવર એ કોડા પક્ષીનો શિકાર કરવા આવ્યો–ગોવાળના વાસમાં એનો મેળાપ થયો. ]

ભાદ્ર માસે તાલેર પિઠા ખાઈ તે મિષ્ઠ લાગે,
દરદિ માયેર મૂખ સદા મને જાગે,

દિનેર વેલા ઝરે આખિ રાઈતેર અંધકાર,
ભાદ્ર માસેર ચાન્નિ ગેલ રુસનાઈર બાહાર.

ભાદ્ર માસેર ચાન્નિ દેખાય સમૂદ્રેર તલા,
સેઉ ચાન્નિ આંધાઈર દેખ્યા કાન્દિ છે કમલા.

[ ભાદરવામાં ખજૂરનાં ઘુઘરા ખાવા મીઠા લાગે. પરંતુ મારા