પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
ઋતુ-ગીતો
 


લક્ષ્મી-પૂજા કરે લોક આસન પાતિયા,
માથે ધાન ગિરસ્થ આસે આગ બાડાઈયા.

[ કાર્તિક ગાયો. અગ્રહાયન ( માગશર ) આવ્યો. પાકેલાં ધાન્ય. ને ઝીણાં કણ વડે પૃથ્વી ભરાઈ ગઈ. આસન પાથરીને લોકો લક્ષ્મીપૂજા કરે છે. પેટ વધારેલાં લોકો માથે ધાન્ય ઉપાડીને આવે છે. ]

જયાદિ જૂકાર પડે પ્રતિ ઘરે ઘરે,
નયા ધાનેરા નયા અન્ને ચિડા પિઠા કરે.
પાયેસ ખિચૂરી રાંધે દેવેર પારન
લક્ષ્મીપૂજા કરે લોકે લક્ષ્મીર કારન.

ઘેરઘેર જ્યજયકાર થાય છે. નવાં ધાન્યની મીઠાઈઓ રંધાય છે. ( ઉપવાસ પછી ) દેવનાં પારણાં કરાવવા દૂધ–ખીચડી રંધાય છે. લોકો લક્ષ્મીને કારણે લક્ષ્મી પૂજા કરે છે. ]