પૃષ્ઠ:Rutugeeto.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧. પ્રકૃતિની શોભા: વાદળ, વનસ્પતિ, પશુપંખી, વગેરેની રમતોઃ રંગ, રસ, ગંધ, શ્રવણ ને સ્પર્શની લીલાઓ.

૨. માનવીનાં સાજશણગારો, વારતહેવારો, વ્રતોત્સવો ને લગ્ન ઈત્યાદિ મંગલ પ્રસંગો દ્વારા પ્રકટ થતાં ઋતુ–પ્રભાવ અને ઋતુના ઉપભોગ.

૩. પશુઓ, મનુષ્યો વગેરેનાં શરીરો પર ઋતુ–પલટા થકી થતી સ્થૂલ અસરો.

૪. ભૌતિક જગતમાં થતા ફેરફારો

આ ચારે તત્વોને તેઓએ કાંઈ પદ્ધતિસર પકડીને કવિતામાં નિયમ તરીકે ગોઠવ્યાં નથી, પરંતુ જ્યાં જ્યાં જે જે સૂઝ્યું ત્યાં ત્યાં એ બધાની ગુંથણી એમણે કરી કાઢી છે. કોઈ મહિનાના વર્ણનમાં એમાંનું એક જ હશે, કોઈમાં વત્તા ઓછાં એકથી વધુ હશે, તો કોઈમાં નરી વિરહોર્મિ જ હશે, હવે આપણે દૃષ્ટાંત લઈને દરેકને સમજીએ :

૧. કોઈ પણ કાવ્યમાંથી શ્રાવણની, વશાખની કે ફાગણની કડી ઉઠાવો, એટલે પ્રકૃતિ–શોભાનાં મસ્ત વર્ણનો નીકળી પડશે. જુઓ:

મધુ–કુંજ ફહેરે, અંબ મેહેરે, મહક દહે રે મંજરાં.
કોકિલ કહેરે, શબદ સહેરે, કુંજ લહેરે મધુકરાં.

સૂર કુસુમ બહે રે, ઉર ન સહે રે, પ્રીત ઠહેરે પદમણી,
રઢ રાણ હિમ્મત વળ્યે અણરત, ધરણ સર માતર–ધણી!

એ વસંત - ગ્રીષ્મની મહેક થાતી રસ–સમૃદ્ધિ [૫. ૪૭] : અને હવે

આષાઢ ઉચારં,મેઘ મલારં
બની બહારં જલધારં;