પૃષ્ઠ:Rutugeeto.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દાદુર ડકારં, મયૂર પુકારં
તડિતા તારં વિસ્તારં;
ના લહી સંભારં, પ્યાસ અપારં
નંદકુમારં નિરખ્યારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી ! [પા. ૨૮]

એ આષાઢનું આધુનિક પ્રકૃતિ-વર્ણન. એથી વધુ કાવ્યમય, એટલે કે ઉપમા વડે શોભીતું શુદ્ધ ડિંગળી વર્ણન

વ્રળકે વીજળી વળી ભળકે ઘટામાં વેગે
ઝળકે પ્રભાકે જાણી હરિવાળા જાગ;
 
પૂરિયાં ધનુષાં મેઘરાજા વાળાં લીલાં પીળાં
આભરો માંડવો લાગો શોભાવા અથાગ

એવી જ લાક્ષણિક અને નવયુગી લાગતી ઉપમા આંહી જોવાય છે:

હદાવાળા ત્રાહે પાળા, સરિતા જોરમાં હાલે
પાણીવાળા ખળકારા એક ધાર પાઢ;
લોઢરા ઘૂઘવા જાણે ગીતરા ઝકોળા વાગા
સાગરા-મંડપે હાલ્યા જાનરા સમાઢ. [પા. ૬૨]

ઘૂઘવાટ કરતાં નદીઓનાં પૂરના લોઢ (મોજાં) જાણે ગીત ગાતું સાજન–મંડળ સાગરને મંડપે જતું હોય તેવાં જણાયાં.

૨. હવે આપણે માનવીઓના સાજશણગાર, વ્રતોત્સવો, લગ્નાદિ આનંદમંગલના અવસરોનો ઉલ્લેખ તપાસીએ : આનંદનું સાદામાં સાદું સ્વરૂપ આ રહ્યુંઃ