પૃષ્ઠ:Rutugeeto.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રીયણે લીલાણી ભાળી પશુપંખી થિયાં રાજી
નરાં માલધારી મોઢે વધ્યાં ઝાઝાં નૂર.

ચાતુર્માસમાં લીલી પૃથ્વી નિહાળી પશુપાલકોને મુખે નૂર વધ્યાં. પછી બીજા ગીતમાંથી શણગારવર્ણન ઉપાડીએ:

શ્રાવણે સારાં, ઝરે ઝારાં, કે કતારાં કામની
પહેરી પટોળાં, રંગ ચોળાં, ભમે ટોળાં ભામની;

શણગાર સજીએં, રૂપ રજીએં,ભૂલ લજીએં; ભાનને
ભરપૂર જોબનમાંય ભામન કહે રાધા કાનને.
[પા. ૫]

શણગાર તો ખરા : પણ ઋતુને અનુરૂપ: નીલામ્બરો : એવી પણ કોઈ કોઈ કવિની કલ્પના આલેખાયેલી જુઓ :

આષાઢ આયા, મન ભાયા, રંક રાયા રાજીએ
કામની નીલા પેર્ય કચવા, સઘણરા દન સાજીએ.
[પા. ૩૨]

ઉત્સવો જોઈએ. જુદાં જુદાં ગીતોમાં મહા માસે વિવાહનો ઉલ્લેખઃ

વીમાહ થે બળરાહવાળા, ગહક સોળા ગાવીએ.

×××

ગડ ઢોલ ગામોગામ ગહમહ, કોડ જગ વીવા કરે.

×××

માહ મહિના આયે, લગન લખાયે
મંગળ ગાયે, રંગ છાયે.

×××