પૃષ્ઠ:Rutugeeto.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શિશિર-વસંતે ફાગણમાં શુ ? હોરી–ખેલ : વસંતોત્સવ વર્ણવાયો:

શશિયર સુહાવે, રંગ છાવે, હુલસ ગાવે હોરિયાં,
ફગવા મગાવે, રમત ફાવે, ગમત ભાવે ગોરિયાં;
બાજે બજાવે, ચરિત ચ્હાવે, બસંત દરસાવે બણી,
રઢરાણ હિમ્મત! વળ્યે અણરત, ધરણ સર માતર–ધણી!
[પા. ૪૬]

એ પદલાલિત્યનો ઉચ્ચ નમૂનો: એથી ઓછાં ડોલનવાળી અને ઊતરતી કલાવાળી જુનવાણી શૈલી કેવે શબ્દ વર્ણવે ?

ગાય જે ફાગણ ફાગ ગાણાં, ખરે કેશુય ખખ્ખરં
ગલઆલતેં લેરમેં ગઢપત, સજે હોળી ય સખ્ખરં.
[પા. ૫૦]

આષાઢ શ્રાવણમાં નાહવાનાં પુણ્યઃ ભાદરવામાં શ્રાદ્ધના દિનોનું, કાગડાને પોષવાનું પુણ્ય : આસોમાં નવરાત્રિનાં ગરબા–નૃત્ય અને અમ્બિકાની પૂજા :

નોરતારી રમે નારી ગરબારી મળી નત્યો
વળી પુંજા અંબકારી કરેવા વિશેષ

દિવાળીનાં દીપધૂપ, કાળી ચતુર્દશીનાં નૈવેધ્ય ને ભૂતપ્રેતાદિનાં મંત્રાવાહનઃ કાર્તિકમાં અન્નકોટ, પોષમાં

તિલ દાન દેવા લાગા, પોષ માસ આયા ત્રઠે
ખીસરારે દને મચ્ચા ભોજને ખીસાણ.

એવું મકરસંક્રાંતિ (ખીસર)નું તલનું દાન ને ભોજન-દાન નોંધાયું. એવા વ્રતોત્સવો ને તહેવારોના છૂટાંછવાયાં ગુંથણ આ ઋતુકવિતાઓ