પૃષ્ઠ:Rutugeeto.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧


શું કહું સમજાઈ, વેદ વતાઈ
નહિ જુદાઈ નરનારી.
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી ! [ પૃષ્ઠ ૨૫ ]


ચારણી ઋતુકાવ્યનું નિશાન

તમામ કાવ્યોનું હોય તેમ આ કાવ્યનું પણ અંતિમ નિશાન તો શ્રોતાને ઋતુઓની જૂજવી રમ્યતાઓમાં રમમાણ કરાવવાનું, માનવીના અંતઃકરણમાં કુદરતનાં સૌંદર્ય–ઝરણાં ઠલવી એની રસિકતાને એટલે અંશે પાપથી પરાંઙમુખ અને ઈશ્વરી કૃતિઓની અભિમુખ કરવાનું હતું. પરંતુ એની મુશ્કેલી બે પ્રકારની હતીઃ એને તો શ્રોતામંડળ ઉપર દાયરાની બેઠકમાં જ બેઠે બેઠે, તત્કાળ અને તીવ્રપણે એ પ્રભાવ છાંટવાનો હતો. એ સાહિત્ય લખાઈને અથવા છપાઈને મનનપૂર્વક વાંચવા-વિચારવાની વેળા કે સ્થિતિ જ નહોતી. હવે આ તાત્કાલિક ચોટ લગાવવા માટે ચારણી કવિતાને તો સંગીતની યે સહાય નહોતી. આલાપ, પલટા, રાગ, રાગિણી, વાજિંત્રની મદદ, કશું જ નહોતું. કેવળ પોતાની શબ્દ-રચના પર જ એને ઝૂઝવું પડતું; નાદવૈભવ નિપજાવવાની જરૂર હતી એટલે એ લોકોને નાદની ગતિમાં જેટલી બને તેટલી વિવિધતા આણવા માટે આ લોકોને એ અનુપ્રાસ તથા વર્ણસગાઈ એ બે વાતનાં બળ કેળવવાં પડયાં. એ અનુપ્રાસ તે કેટલી હદ સુધી ? સંસ્કૃત ઋતુકાવ્ય કશાં યે નખરાં કર્યા વગર આવી રીતે કેવળ ‘વંશસ્થ’ વૃત્તનો માત્રામેળ

प्रचण्डसुर्यः स्पृहणीयचंद्रमा
सदावगाश्चमवारिसंचयः ।
दिनान्तरम्योभ्युपशान्तमन्मथः
निदाधकालोऽयमुपागत: प्रिये॥ [ॠतुसंहारम्