પૃષ્ઠ:Rutugeeto.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩



ચૈતરે સ્વામી! ગરુડગામી! અંત્રજામી! આવીએં,
ધર ગિરધારણ! કંસમારણુ ! ધેનચારણ! ધાઈએં;

બળભદ્ર બાળા ! છોગલાળા ! વારી કાના! વાનને,
ભરપૂર જોબનમાંય ભામન કહે રાધા કાનને.

બંને છંદોનું માપ જોશું તો હરિગીતનું છે, છતાં અનુપ્રાસને હિસાબે બન્ને જુદા છે. પહેલામાં નવ નવ મોરાં મળેઃ બીજામાં પ્રત્યેક પંક્તિમાં ભિન્ન ભિન્ન જાતનાં ત્રણ ત્રણ મોરાં મળેઃ એ અનુપ્રાસને ચારણી ભાષામાં 'મોરાં મળવાં' એ પ્રયોગથી ઓળખવામાં આવે છે. અથવા મોરાં બહુ ન મેળવાયાં હોય એવું એક બીજું દૃષ્ટાંત લઈએઃ

અંબા ખારિયા જી ! કે કેસુ કોરિયા
ચિત્ત ચકોરિયા જી! કે ફાગણ ફોરિયા.

ફોરિયા ફાગણ, પવન ફરહર, મહુ અંબા મોરિયા,
ઘણ રાગ ગાવે ફાગ ઘરઘર, ઝુટે પવન જોરિયા;

ગલ્લાલ ઝોળી, રમત હોળી, રંગ ગોપ રમાવણા,
 આખંત રાધા, નેહબાધા, વ્રજ્જ માધા આવણાં !

આ છંદ પણ હરિગીતમાંથી ઘડ્યો. બનાવ્યો ગજગતિ છંદ. હાથીની ઝુલણ ગતિના તાલ આ છંદના ડોલનમાં ઉતારવાનો યત્ન થયો, અને અનુપ્રાસોનો અભાવ સ્વાભાવિક વર્ણસગાઈથી પૂરવામાં આવ્યો. જુઓ દરેક પંક્તિમાં 'ફ,' '૨,','ગ,' વગેરે વર્ણો ભિન્ન ભિન્ન પુષ્પો પર બેસતાં પતંગિયાંની માફક સાહજ્યપૂર્વક પોતાનાં સ્થાન બદલતાં જાય છે અને આ છંદની ગજરાજ શી વિક્રમશીલ ગતિ ઘડે છે.