પૃષ્ઠ:Rutugeeto.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪



આ બધાં બંધનોથી ચારણ કાવ્યવાણીને જોઈતી virilityશૌર્યવંત નાદશક્તિ પ્રાપ્ત થાય છે. એ નાદના સામર્થ્ય વિના ચારણી કાવ્ય ભુજબળ વિનાના યોદ્ધા જેવું નમાલું ને નિરર્થક નીવડે છે. એટલે કંઠસ્થ કવિતાને આટલાં બધાં બંધનોની વચ્ચે રહીને પછી જ કાવ્યનો વિષય જમાવવો રહ્યો. આ કારણે કાવ્યની સામગ્રી કદાચ બહોળી ન વસાવી શકાય, ક૯૫નાનાં ઉડ્ડયનો ઘણુંખરું થોડેક ઊંચેથી જ અટકી પડે, પુનરુક્તિ કર્યા વિના ચાલી શકે જ નહિ, શબ્દની ભભક પ્રધાનપદ ભેગવે, એ બધું દેખીતું જ છે. તેમ છતાં પણ આપણે આગળ તપાસી ગયા તે રીતે આ કવિતામાં બની શકે. તેટલા સંભાર ભરવાની ખંત રાખવામાં આવી છે.

નિર્દોષ નાદ-વૈભવ

પરંતુ આ બધી શું નાદપ્રધાન કાવ્યની અસાધ્ય અને અનિવાર્ય ત્રૂટીઓ છે ખરી ? નાદ અને શબ્દઝમકની સાથે ભારોભાર ભાવસંભાર ભરવો શું દુર્લભ છે ? ના, નથી. પુનરુકિતનો દોષ વહોર્યા વિના, પ્રાસાનુપ્રાસનાં સખ્ત બંધનો પાળતી છતી યે ભાવભરપૂર ઋતુ-કવિતાઓ બંગાળીમાં થોકબંધ તેમ જ આપણા શિષ્ટ ગુર્જર કવિઓની કૃતિઓમાં કયાંઈક કયાંઈક પડી છે. રવીન્દ્રનાથ ઠાકુરે ઋતુગાન રચ્યાં છે તેટલાં ભાગ્યે જ અન્ય કોઈએ રચ્યાં હશે. વળી એમનાં ઋતુકાવ્યો મુખ્યત્વે કરીને ગાઈ અથવા બોલી સંભળાવવાને જ સરજાયાં હોય છે. માત્ર ઉચ્ચ કક્ષાના રસજ્ઞો અથવા વિદ્વાનો જ સાંભળીને સમજી શકે તેવાં નહિ, પણ હજાર માણસોની પચરંગ મેદની જે સાંભળીને ડોલે, એવી સરલ શબ્દગુંથણીવાળાં ને એવાં સુગમ્ય ઊર્મિભરપૂર એ કાવ્યો હોય છે. એટલે એ ચારણી ઋતુંકાવ્યોના દોષોથી મુક્ત છતાં તેના ગુણોએ કરી બેવડાં શોભીતાં હોય છે. એમાં કુદરતનાં રૂપઉઠાવ, માનવીનો ઊર્મિસ્પર્શ અને ભાષાનો મસ્ત ખિલાવ ભેળાં મળેલાં હોય છે. ચારણ ગીતની માફક