પૃષ્ઠ:Rutugeeto.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬



ધેયે ચલે આસે બાદલેર ધારા,
નવીન ધાન્ય દુલેર સારા,
કુલાયે કાંપિ છે કાતર કપોત
દાદુરિ ડાકિ છે સઘને,
ગુરુ ગુરુ મેઘ ગુમરિ ગુમરિ
ગરજે ગગને ગગને.

બરાબર ચારણી કાવ્યનો ગુણ ગ્રહાયો : સરખાવો [પા. ૩૩]

પેપન્ન ભાદ્રવ માસ પ્રઘળા
વહે પચરંગ વાદળાં,
ગડ હડડ ઘણુણુ અંબર ગાજત
સખર અતર શામળાં.

અથવા [ પા. ૫૭].

આષાઢ ઘઘૂંબીય લૂંબીય અંબ૨
વદ્ળ બેવળ ચોવળિયં;
મહોલાર મહેલીય, લાડગેહેલીય
નીર છલે ન ઝલે નળીયં.

પછી રવિબાબુ નવાં ધાન્યછોડનાં ડોલન વર્ણવે, દેડકાંની બોલી વર્ણવે. એનો બરાબર ચારણી કાવ્ય સાથે મેળ જામે. પરંતુ તે પછીની કડીમાં

નયને આમાર સજલ મેઘેર
નીલ અંજન લેગે છે
નયને લેગે છે !