પૃષ્ઠ:Rutugeeto.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮


આસમાની ઓઢણીને પોતાના હૈયા ઉપર તાણી લઈને કોણું ઊભું છે! વીજળીના તેજ-ચમકારાની અંદર આ કોણ રમવા નીસર્યું છે ? }

ઉગો નદીકુલે તીર-તૃનદલે
કે બસે અમલ વસને
શ્યામલ વસને ?

સુદૂર ગગને કાહારે સે ચાય?
ઘાટ છેડે ઘટ કોથા ભેસે જાય?
નવ માલતીર કચિ દલગુલિ
અનામને કાંટે દશને;

ઉગો નદીકૂલે તીર-તૃનદલે
કે બસે શ્યામલ વસને ?

આ છે કાઈ એકાકિની પનિહારીની કલ્પના :

[ ઓ રે! આ નદીને તીરે, કાંઠાના ઘાસ પર આ નિર્મલ અને નીલુડે વસ્ત્રે કોણ બેઠું છે? દૂર ગગનમાં એ કોને નીરખી રહી છે? એનો ઘડો ઘાટ પરથી કયાં તણાતો જાય છે ? આમ અન્યમનસ્ક બનીને બેઠી બેઠી માલતી પુષ્પની કુણી પાંખડીઓ દાંત વતી તોડ્યા કરતી એ કોણ હશે ? ]

હવે આવે છે બીજી કોઈ ગોપ-નારીનું શબ્દચિત્રઃ

ઉગો નિર્જને બકુલ શાખાય
દોલાયકે આજિ દુલિ છે
દોદુલ દુલિ છે ?
ઝરકે ઝરકે ઝરિ છે બકુલ
આંચલ આકાશે હતે છે આકુલ