પૃષ્ઠ:Rutugeeto.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯


ઊંડિયા અલક ઢાકિ છે પલક
કબરી સખિયા ખુલિ છે,
ઉગો નિર્જને બકુલ શાખાય
દોલાય કે આજિ દુલિ છે ?

[ઓ રે! આ નિર્જન પ્રદેશમાં બકુલની ડાળીએ આજ કોણ એ હીંડોળે ઝુલી રહ્યું છે ? હીંચોળે હીંચોળે ઉપરથી બકુલ પુષ્પ ઝરે છે; એનો અંચળો આકાશે ફરફરી રહ્યો છે, એની કેશ-લટો ઊડી ઊડીને મુખ ઢાંકે છે; એનો અંબોડો છૂટી ગયો છે. ]

વર્ષા–સુંદરીનાં આ બધાં કવિવરે કલ્પેલાં જૂજવાં સ્વરૂપો છે. અને છેલ્લે એ કલ્પનાની મૂર્તિઓને જતી કરી કવિ તાદશતાની ભૂમિકા પર પાછા ફરી સાદું સીધું ઋતુ–દ્રશ્ય રજુ કરે છેઃ

ઝરે ઘનધારા નવપલ્લવે,
કાંપિ છે કાનન ઝિલ્લિર રવે,
તીર છાપિ નદી કલ કલ્લોલે
એલ પલ્લીર કાછે રે !
હૃદય આમાર નાચે રે આજિકે
મયુરેર મત નાચે રે.

[ નવ પલ્લવ મેઘધારા ઝરે છે; તમરાંના લ્હેકારથી જંગલ કંપી ઊઠયું છે; અને નદી ગાજતે પૂરે કાંઠા પરથી છલકી જઈને ગામની અડોઅડ આવી પહોંચી છે. ]

આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ખાસ ઉત્સવ ઉજવવા અને અભિનય સાથે બોલી સંભળાવવા માટે યોજ્યાં છે માટે જ એની જોરદાર શબ્દ-રચના મોટી મેદિનીનાં મનહરણ કરવાની તાકાત ધરાવે છે. આ લેખકે કલકત્તા નગરમાં 'વર્ષા–મંગલ '