પૃષ્ઠ:Rutugeeto.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦

નામના ઉત્સવમાં કવિવરને આ અને આવી અન્ય કૃતિઓ બોલી સંભળાવતા નિહાળ્યા ને સાંભળ્યા છે. આ ગીત એમની કૃતિ 'ક્ષનિકા'માં છે.

પરંતુ આવા કલ્પનાવૈભવની આશા આપણે ચારણ કવિ પાસેથી શી રીતે રાખીએ ? કયાં શારદાનાં સમૃદ્ધિ-દાન પામનાર રવીન્દ્રનાથ? ને ક્યાં નિરક્ષર ચારણ! એ કવિને, અથવા તો

આજ મહારાજ જલ પર ઉદય જોઈને
ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે;

 સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે,

પિતા! કાલના સર્વ સંતાપ શામે!
ધવલ તવ નેત્ર સામે

એ શરતપૂર્ણિમાનો સાગર પરનો ચંદ્રોદય નિહાળનાર કવિ કાન્ત અથવા તો

ઝીણા ઝરમર વરસે મેઘ
ભીંજે મારી ચુંદડલી !

એટલી લોકગીતની પંક્તિમાંથી

આનંદ કદ ડોલે સુંદરીના વૃંદ ને
મીઠા મૃદંગ પડછંદા રે,
 મંદ મંદ હરે મીટડી મયંકની
ડેરે મારા મધુરસચંદા
હો ભીંજે મારી ચુંદડલી ! –ઝીણા૦