પૃષ્ઠ:Rutugeeto.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨


ફળફૂલ અપ્રબ્બળ કમ્મળ ફેલીએ ,
વેલીએ નેક અનેક વજે;

એ ભાદરવાની અમ્બરઘટાની પાંચ પાંચ રંગે પુરાયલી છબી આંકનાર કોઈ નિરક્ષણ મામૈયો મોતીસર છે? કેમ વીસરીએ કે

મૃગજાળા વાળા લોઢ ઊછળ્યા પ્રથમી માથે
નીરઝારા સૂકા, પાન ત્રોવરારા નાશ;
સ્રોવરારા ખાલી આરા દોરા દોરા જેમ સૂકા
નશાં જીવ દાદરારા પામિયા નિરાશ.

[પા. ૬૭]
 

એ સળગતા ઉનાળાની સુરેખ છબી આંકનાર કલમ પેલા ગામડિયા વહીવંચા ગીગા ભગતની છે?

આવું સબલ એ કવિતાનું કલેવર છે; પડસુંદી સમાન મનધાર્યા ઘાટ આપનાર મુલાયમ એનો ભાષાપુંજ છે; આવી ચોટદાર એની ગતિ છે. એ ગુણોવાળી કવિતાને કાળના મોઢામાં ચાલી જવા દેવું આપણને પરવડે જ નહિ. નવા કાવ્યયુગમાં એના ક્લેવરનો સરસ ઉપયોગ થઈ શકશે.

સ્ત્રીગીતો વિ. ચારણી ગીતો

આ બન્ને જાતનાં ઋતુગીતો વચ્ચેની તુલના જ અસ્થાને છે. બન્નેમાં ‘ઋતુ'નો નિર્દેશ બાદ કરતાં બાકીનું લગભગ બધું ભિન્ન છે. સ્ત્રીગીતો ગરબે રમવાનાં, સહજ સરલ શબ્દરચનાવાળાં, બેહદ કોમલ, અને બીજી અનેક દૃષ્ટિએ સ્ત્રૈણ છે; ચારણી ગીતો રાજદરબારે કે શૂરવીરોને દાયરે ગાવાનાં, બેઠાંબેઠાં એકલા લલકારવાનાં, ઝડઝમકવાળી ને અટપટી શબ્દરચનાવાળાં, બેહદ જોશીલાં અને બીજી સર્વ દષ્ટિએ પૌરુષ પ્રગટ કરનારાં છે. કયાં રહ્યું -