પૃષ્ઠ:Rutugeeto.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩


ભાદરવે તો ભરદરિયે હું ડૂબી રે વાલાજી !
આ કંથ વિના કર ઝાલી કેણ ઉગારે મારા વાલાજી!

[૨. રા. ભા. ૩]
 

એ વલવલતે વિરહાર્દ્ર સ્વરે ગવાતું દ્રાવક સ્ત્રીગીત ! અને કયાં

ભાદ્રવ સર ભરે જી કે અત નત ઉભરે,
શ્રીરંગ સંભરે જી કે વિરહી વિસ્તરે;
 
વિસ્તરે ઉર વચ વિરહ વેલી, શેક ગોકુલ વન સહી
ધન્ય ધન્ય તારી પ્રીત ગિરધર ! ગો૫ તજ કુબજા ગ્રહી;

પંથ પખ થાકાં નયણ દન દન, વચન જલમ નભાવણાં !
આખંત રાધા, નેહ બાધા, વજ્જ માધા આવણાં !

[ઋ. ગી. પા. : ૧૫]
 

એ મરોડદાર, મલપતી ગજગતિએ ઊપડતું ચારણી વિરહગીત ! સ્ત્રીજનો ગાશે કે

“ આષાઢે ઝીણી ઝબુકે વીજ
મધુરા બોલે મોરલા રે લોલ

[૨. રા. ભા. ૩ ]
 

અથવા બહુ બહુ તો સુંવાળું "પ્રકૃતિ-ચિત્ર આકે કે

આષાઢે ઘમઘોરિયા ને વાદળ ગાજે ઘોર.
બાપૈયા પિયુ પિયુ કરે ને મધુરા બોલે મોર
કે આણાં મોકલને મોરાર !

[૨. રા. ભા. ૩]
 

ત્યારે ચારણ ગળુ કુલાવીને દિગન્તો ગજવતો, થડકાર દેતો, સભામંડપ હલમલાવતો ગાશે કે [ઋ. ગી. પા. ૧૩ ]