પૃષ્ઠ:Rutugeeto.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪



ધર આષાઢ ધડૂકિયા મોરે કિયો મલાર;
રાધા માધા સંભરે જદુપતિ જગ ભડથાર!

ખળહળ વાદળિયાં વચે વીજળિયાં વળકંત;
રાધા માધા કંથ વિણ ખણ નવ રિયણ ખસંત.

અને પછી પલટો મારીને ગજગતિ-છંદ ઊપડે :

વ્રજ વહીં આવણા જી! કે વંસ બજાવણાં !
પ્યાસ બુઝાવણાં જી! કે રાસ રમાવણાં !

વળી અવાજ ત્રીજો પલટો ખાય :

રંગ રાસ રત ખટ માસ રમણાં, પિયા પાસ બુઝાવણાં!
આષાઢ ઝરણાં ઝરે અંબર તપે તન તરુણી તણાં;

વિરહણી નેણાં, વહે વરણાં, ગિયણ વિરહી ગાવણાં
આખંત રાધા, નેહ બાધા, વજજ માધા આવણાં !

સ્ત્રીગીતોમાં ઋતુસાંદર્યનું વર્ણન નથી, ઋતુ-દર્દનું વર્ણન છે, સ્ત્રીની કલ્પના બારીક ચિત્રાંકન નથી કરતી, પણ કોમલ હૈયું નિચોવે છે, કાલાવાલા કરે છે, અસહાયતા પુકારે છે, એકલતાની વેદના દાખવે છે, દષ્ટાંત લઈએ : [૨. રા. ભા. ૩ ]

શ્રાવણ તો સરવડીએ વરસે,
ઝીણા ઝીણા મેવલિયા વરસે

વાલા મારા તોય મરું તરસે
આવો હરિ રાસ રમો વાલા !

અથવા તો

શ્રાવણે સોળ સજ્યા શણગાર
કે આંખડી ન આંજીએ રે લોલ !