પૃષ્ઠ:Rutugeeto.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫

 એમાં શ્રાવણના સૌંદર્યનું વર્ણન નથી; જ્યારે ચારણની આંખ તો એ શ્રાવણની કુદરતના જૂજવા શણગાર નિહાળે છે, આ રહ્યું:

છલત શ્રાવણ, મલત છાયા, વલત નીલી વેલડી,
બાપયા પ્રઘળા મોર બોલે, ધ્યાન રાખત ઢેલડી;

પ્રષનાર નાવત, કરત પૂજા, ધ્યાન શંકરસેં ધરે,
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

છલકતાં શ્રાવણ-નીરઃ છવાતી છાંયડી : વળીવળીને ફેલાતી લીલી વેલડીઓઃ બપૈયા મોરલાના ટૌકાર અને સમીપે ડોલતી ઢેલડીનું સ્વામી પર ધ્યાન રાખવું : અથવા તે હરકોઈ બીજું ચારણી ગીત ઉપાડો :

નવખંડ નીલાણીય, પાવન પાણીય ,
વાણીય દાદૂર મોર વળે,
 
શવદાસ ચડાવણ પુંજાય શંકર
શ્રાવણ માસ જળે સલળે.

નવે ખંડ નીલા થયા : પાણીએ પાવન થયા દેડકાં ને મોરલાની વાણી ફૂટીઃ શિવની પૂજા ચાલી ઃ એવો સજળ શ્રાવણ માસ. આ વર્ણન સ્ત્રી ગીતોમાં નથી, આહીં પ્રાધાન્યપદે પ્રકૃતિ–લીલા છે, ને ત્યાં અગ્રપદે વિરહી દશાની લાચારી છે. ચારણી કાવ્યમાં જુઓ તો,

રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ રાતોય
રંગ નીલંબર શ્વેત રજે,
ફળ કુલ અપ્રબળ, કમળ ફેલીય
વેલીય નેક અનેક વજે.

એવા ગગન-ધરતીના રંગખિલાવ પર દિલ–ડોલન થઈ રહ્યું છે. ઠેર ઠેર