પૃષ્ઠ:Rutugeeto.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫



પીલંબરી લાલ ફૂલી લીલંબરી બણી પૃથી
ઘનશ્યામ માથે છૂટી મેઘરી ઘેબુંબ;

એ જ દ્રષ્ટિયોગ: ઋતુદર્શને ઘેલાતુર બનેલા યોદ્ધાની આનંદ-લૂંટ : કલ્પનાનાં વ્યોમધરતી ફરતી વિક્રમશીલ ઘુમાઘૂમ અને પલે પલે યોદ્ધાની જ ઘેરીધેરી આંખડી વતી ચાલતું અવલોકન : એ રસિકતામાંથી પણ વિક્રમ જાગે પ્રેરણાનાં ચેતનપૂર ઉછાળા મારે: મનઘોડીલા થનગને.

ત્યારે એથી ઉલટું સ્ત્રીગીતોમાં હૈયુ અંદરખાનેથી રડે, અંતરની કઠોર ધરતી પલળીને પોચી પડે, ઋતુ-સંભારણે ગમગીની વધે, ઊર્મિઓ વિરહ-દુ:ખની અતિશયતાને લીધે ઘણુંખરું ક્ષીણ પણ પડી જાય, સ્ત્રીત્વને વિષે અબળાપણાનો ને અસહાયતાનો જ માઠો ખ્યાલ પોષાય.

પરંતુ બીજી બાજુ ચારણી ગીતોથી કુટુંબ-જીવનના કોમલ ભાવો ક્યાં જરીકે ઝીલાય છે? મેઘદર્શને ખેતરોમાં કલ્લોલી ઊઠતી બહેન-

વ્રસજે વ્રસજે હો મેહુડા બાવાજી રે દેશ!
જઠે ને માડીરો જાયો હળ ખેડે.

ભીને ભીને હો બાંધવ મારા પાઘડીઆરો પેચ,
ભાભજરો ભીને રે ચૂડો વળી ચૂંદડી.

ભીને ભીને હો બાંધવ મારા રેશમીઆરી ડોર,
ગીગો ને ભીને હા થારો પારણે.

[ ઋતુ. ગી. પાનું ૭૬ ]
 

એમ મેહુલાને મહિયર મોકલે, ભાઈ હળ ખેડતો હોય ને ભાભી નીંદામણ કરતી હોય એનું ચિત્ર આલેખે, વીરાની પેચાળી પાઘડી, ભાભીનો ચૂડ ને ચૂંદડી, તરુવરની ડાળે ઝૂલતો પારણાની દોરી ને એમાં