પૃષ્ઠ:Rutugeeto.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭

 પોઢેલો ભત્રીજો : એ સર્વને વૃષ્ટિમાં ભીજાતાં કલ્પે. આવું દૃશ્ય શોધવા ચારણી કાવ્યમાં ભમવું નિરર્થક છે. અથવા તો સાસરવાસીના પિંજરમાં પુરાએલી માબાપવિહોણી બહેન ઋતુએ ઋતુએ ભાઈને [પાનું ૭૮]

વરસાળે આણાં મેલજો રે વીરડા!
વરસાળે ખોદું જૂઠડાં.

X X X

શિયાળે આણાં મેલજો રે વીરડા!
શિયાળે સાંધું સાંધણાં

X X X

ઉનાળે આણાં મેલજો રે વીરડા !
ઉનાળે કાંતું કાતણાં.

એવા ઓશિયાળા ભાવોના સંદેશા મોકલે, 'તુ તેડાવીશ તો હું તારાં કામ કરી આપીશ. મફતના રોટલા નહિ ખાઉં.' એવી ખાતરી આપે, છતાં ભાઈ તો પ્રત્યુત્તરમાં બ્હેનને—

ખોદશે રે ઘરની નાર મારી બેનડી
તમે તમારે સાસરે.

એ નકાર જ કહાવેઃ ફરી પાછી ભોળુડી બહેન તો

પિયરનાં ઝાડવાં દેખાડો મારા વીરડા !
એ રે ઝાડખડે હીંચતાં

એ પિયરનાં બાળ-સાથી ઝાડવાને મળવા તલખે, ત્યારે સ્વાર્થી ભાઈ

ઓતર દખણની વાવળ રે આવી
વાવળે રોળાઈ ગ્યાં ઝાડવાં.