પૃષ્ઠ:Rutugeeto.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮

 એવો જૂઠાણાંવાળો જવાબ મળે. આખરે પિયર-દર્શનની આશા સંકેલીને બહેન [ પા. ૭૯ ]

મરું તો સરજું ઊડણ ચરકલી
જાઈ બેસું રે વીરાને ટોડલે.

મરું તો સરજું કૂવાનો થરો
માથે ધોવે રે વીરડો ધોતીઆં.

એવી અંતર ચીરનારી મૃત્યુ –ભાવના ભાવેઃ આવી હૃદયસ્પર્શી, વેધક, કલાવિહીન, ને આડમ્બરહીન ગૃહ-ઉર્મિઓ ચારણી કાવ્યમાં ગોતી જડશે નહિ. શ્રાવણી ત્રીજના વિશિષ્ટ તહેવાર પર બહેનને ઘરે તેડી લાવવા માટે હેતાળ ભાઈ એને સાસરે જાય : પણ બનેવીની જમીનમાં બારબાર હળનાં વાવણાં જૂત્યાં હોવાથી એ બાર સાથીઓનાં ભથવારાં કોણ ટીપી આપે : બનેવી બહેનને નથી મોકલતો ; હતાશ ભાઈ ઘેરે આવીને વાટ જોતી માતાને જ સંદેશે કહે છે :

એક મત જલમો માતા બેનડી રે
બેનડી રુવે પરદેશ !

સાતે ભાયાની બેનડી રે
બેનડી રુવે પરદેશ !

એવી શ્રમજીવીઓની સંસાર-ઘટનૉમાં ભરપૂર પડેલી મનોવેદનાને આટલી સરલ દ્રાવક શૈલીએ વર્ણવવાની આશા અમીરઆશ્રિત અને આડમ્બરપ્રેમી ચારણ-કવિ કનેથી રાખવી વ્યર્થ છે. ચારણી કાવ્ય એ પૂરું લોકકાવ્ય નથી. એ બે વચ્ચેનો ભેદ તે આ રહ્યો :

"It is difference between sophistication and artlessness: Minstrel's song will suit the hall better than the