પૃષ્ઠ:Rutugeeto.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કહે રાધા કાનને

[ રાધા–કૃષ્ણની આ વિરહ-બારમાસી પચાસ વર્ષની અંદર જ રચાયેલી લાગે છે. રચનાર કોઈ ‘ભૂરો’ નામે કવિ લાગે છે. કોઈ કહે છે કે ‘ભૂરો’ નામે એક મીર હતો, જયારે બીજા કહે છે કે એ ઉપલેટાનો રહીશ ભૂરો રાવળ છે. વાચક જોઈ શકશે કે આ ‘બારમાસી’માં ઋતુનાં વિશિષ્ટ લક્ષણો વર્ણવાયાં નથી; ક્યાંઈક ક્યાંઈક કેવળ આછાં દર્શન આવે છે. તે સિવાય પ્રધાનપદે તો એની શાબ્દિક ઝડઝમક અને પ્રવાહી ઊર્મિમયતા છે. ચારણના કંઠમાંથી ગવાતી વેળા એનો નાદ–પ્રભાવ મન હરી શકે છે. સામાન્ય રીતે ચારણી ઋતુગીતો આષાઢથી ઊપડે છે, પણ આમાં જેઠથી પ્રારંભ થાય છે. ]

[ દોહા ]

સમરું માતા સરસતી, અવિચળ વાણી આપ !
ગુણ ગાવા ગોવિંદના, ટળે જ ભવના તાપ.
 
કાન તજી અમને ગિયા, સઘળો ગોપી સાથ;
પ્રભુ નાવ્યા દ્વારાપુરી, રાજ કરે રુગનાથ.

મેં રડું ગોકુલ ગામમેં, [૧]કાનડ નાવ્યા કોઈ;
અબ ઝખના એસી કરું, શ્યામ સંદેશો સોય.

[૨]વિનતા તમને વીનવે, નહિ [૩]નેઠો કે નેઠ;
એક વાર માધા આવજો ! જો અબ [૪]આયો જેઠ.


  1. કાન
  2. વનિતા
  3. પત્તો: ભાળા.
  4. આવ્યો.